શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા તા. ૧૦/૭/૨૦૧૦ ના રોજ માધાપર ખાતે ત્રીદિવસીય વાંચે ગુજરાત પુસ્તક મેળાનું સુંદર આયોજન થયેલ હતું. જેમાં કચ્છ યુનિવર્સિટિના કુલપતિશ્રી શશીરંજન યાદવ, ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતિ પુષ્પાબેન પિંડોરીયા અને માધાપરના અનેક અગ્રણિ નાગરિકો પધારેલ હતા. આ ત્રી દિવસીય પુસ્તક મેળામાં ભુજનાશ્રી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ તરફથી ૫૦ % ડિસ્કાઉન્ટમાં મળેલ પુસ્તકો પર બિજા ૫૦% ડિસ્કાઉન્ટ કચ્છ નવપલ્લવ એ. & મે. ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલ હતું. જેથી આ તમામ પુસ્તકો કુલ ૭૫% ડિસ્કાઉન્ટમાં જાહેર જનતાને વિતરીત કરાયા હતા. હજારો લોકોએ લાભ લીધેલ હતો. આ સમગ્ર આયોજનમાં ભુજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને સંસ્થાના અધ્યક્ષશ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ શ્રી પ્રેમજી વિરમ મંગેરીયા, શ્રી ભગુભાઇ દાનાભાઇ આહીર, શ્રી રમેશભાઇ ધનજી ચાડ, શ્રી વાલાભાઇ આહીર વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.