ઈ.સ. વર્ષ ૨૦૦૦ની સાલથી સતત દર વર્ષે શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા કચ્છ્માં માતાના મઢ ખાતે બિરાજમાન દેશદેવી આઇશ્રી આશાપુરા માતાજીના દર્શનાર્થ જતા હજ્જારો પદયાત્રીકોની સેવા માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૪ કલાક ચા નાસ્તો- ભોજન - મેડીકલ - ન્હાવા ધોવાની સગવડ તેમજ ભાઇઓ બહેનો માટે અલગ અલગ આરામગૃહો વગેરે જેવી સગવડો ઉભી કરવામાં આવે છે. જેમાં શ્રી હિતેશભાઇ ખંડોર - શ્રી દાદુભા ચૌહાણ - શ્રી રમેશભાઇ આહીરની આગેવાની હેઠળ માધાપરના અનેક કાર્યકર ભાઇઓ અને બહેનો જહેમત ઉઠાવે છે. શ્રી આશાપુરા સેવા સમિતિ - માધાપર એ કચ્છ નવપલ્લવ ટ્રસ્ટની ભગીની સંસ્થા છે.