વાવે ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ


ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે " વાવે ગુજરાત " કાર્યક્રમ અંતર્ગત કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માધાપર ખાતે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ મધ્યે વૃક્ષારોપણ કરાયું હતું. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા નજરે પડે છે. તેમની સાથે શ્રી દિનેશ ઠક્કર, શ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી, શ્રી મધુભાઇ જોષી, શ્રી હિતેશ ગઢવી વગેરે નજરે પડે છે.

સરકારી દવાખાનામાં ડોપ્લર મશીનની ભેટ


ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે સદભાવના ઉપવાસના સમર્થનમાં કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માધાપરના જીલ્લા પંચાયત સંચાલિત સરકારી દવાખાનામાં બાળકોના ધબકારા માપવા માટેનું ડોપ્લર મશીન અર્પણ કરાયેલ હતું. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા નજરે પડે છે. તેમની સાથે શ્રી દિનેશ ઠક્કર, શ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી, શ્રી મધુભાઇ જોષી વગેરે નજરે પડે છે.

શાળામાં વોટર કુલરની ભેટ

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે સદભાવના ઉપવાસના સમર્થનમાં કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સહજાનંદ રૂરલ ટ્રસ્ટની શૈક્ષણિક પૂરક યોજના અંતર્ગત શ્રી રામનગરી પંચાયતિ પ્રાથમિક શાળા - માધાપરને વોટર કુલરની ભેટ આપવામાં આવેલ હતી. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા અને નવવાસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અરજણભાઇ ભુડિયા નજરે પડે છે. તેમની સાથે ભુજ તાલુકા યુવા ભા.જ.પ.ના પ્રમુખશ્રી દિનેશ ઠક્કર, અગ્રણીશ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી તેમજ શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રભાઇ ઠક્કર અને કમીટીનાશ્રી ધનજીભાઇ પરમાર નજરે પડે છે.