ગરમ વસ્ત્રોનું વિતરણ

તા. 28-12-2008ના રોજ કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા ભુજોડિ, લાખોંડ, પધ્ધર, મમુઆરા, નાડાપા, ડગાળા, ધાણેટિ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં વિવિધ ઝુંપડ પટ્ટી વિસ્તારોમાં નાના બાળકોને ગરમ સ્વેટર મહિલાઓને ધાબળા તથા પૂરૂષોને જાકિટ વગેરેનું વિતરણ કરાયું હતું. આ કાર્યમાં રામજીભાઇ પટેલનો સહકાર મળેલ હતો. વિતરણ કાર્યમાં દાતાશ્રી રામજીભાઇ અને જશુબેન પટેલની સાથે સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઇ ખંડોર, કેતનભાઇ શાહ, ધનશુખભાઇ મહેતા, દાદુભા ચૌહાન, રમેશભાઇ આહિર, સંજયભાઇ રામાનુજ, જેઠાલાલ સોલંકી તેમજ દેનાબેંકના દિનેશભાઇ પરમાર જોડાયા હતા.
SLIDE SHOW

To show the SLIDE SHOW, press the button of PLAY and just wait and watch......

મેડિકલ કેમ્પ

તા. 28-12-2008ના રોજ કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન ગોઠવાયું હતું. જેમાં બાળરોગ નિષ્ણાંત ડો. પ્રદિપ આસનાનિ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. જગેશ ધોળકિયા, આંખરોગ નિષ્ણાંત ડો. કવિતાબેન શાહ તેમજ સંસ્થાના મુખ્ય માનદ તબિબ ડો. બી.બી.મહેતા સાહેબે સેવા આપેલ હ્તી. આ કેમ્પમાં કુલ 250 દર્દીઓએ લાભ લીધેલ હતો. સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઇ ખંડોર, દાદુભા ચૌહાણ, ધનશુખભાઇ મહેતા, રમેશભાઇ આહિર, કેતનભાઇ શાહ, સંજયભાઇ રામાનુજ, નારણભાઇ મહેશ્વરી, જેઠાલાલ સોલંકી અને સંસ્થાના મહિલા સમિતિના સદ્સ્યોએ જહેમત ઉઠાવેલ હ્તી.
SLIDE SHOW

To show the SLIDE SHOW, press the button of PLAY and just wait and watch......

۞ સાર્વજનિક દવાખાનું

To show the SLIDE SHOW, press the button of PLAY and just wait and watch......
.
કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપર -કચ્છ ખાતે કાયમી ધોરણે સાર્વજનિક દવાખાનું શરૂ કરાયેલ હતું.  આ દવાખાનામાં તમામ પ્રકારના દર્દીઓના નિદાનનો જનરલ ઓ.પી.ડી. નો ટોકન ચાર્જ ફક્ત રૂ. ૧૦ અને સ્પેશીયાલિસ્ટ ઓ.પી.ડી.નો ટોકન ચાર્જ રૂ. ૨૦ રાખવામાં આવેલ છે. તમામ પ્રકારની દવાઓ તદ્દન મફત આપવામાં આવતી. 


આ સાર્વજનિક દવાખાનામાં સોમવાર થી શનિવાર જનરલ ઓ.પી.ડી. નું આયોજન થયેલ. તેમજ દર રવિવારે સ્પેશીયાલિસ્ટ ઓ.પી.ડી. નું આયોજન થયેલ. જેમાં બાળરોગ નિષ્ણાંત- સ્ત્રી રોગ નિષ્ણાંત - ફિઝીશીયન - ચામડી રોગ નિષ્ણાંત - આંખ રોગ નિષ્ણાંત - દાંત રોગ નિષ્ણાંત - વગેરે જેવાં નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ કરાયેલ. 

આ સાર્વજનિક દવાખાનાનું ઉદગાટન તા. 5/10/2008ના રોજ પુર્વ ધારાસભ્યશ્રી મુકેશભાઇ ઝવેરી તેમજ દાતાશ્રી રામજીભાઇ ધનજીભાઇ પટેલના વરદ હસ્તે અગ્રણિ નાગરિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

(આ દવાખાનું સતત ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવેલ. ત્યારબાદ સસ્થાની જગ્યા સ્થળાંતર થતા દવાખાનાની સેવા સ્થગિત કરાયેલ.  હાલે દવાખાનાનાં સંચાલન તેમજ નિભાવ ખર્ચ માટે સૌજન્ય - મુખ્ય દાતાનાં સહકારની જરૂરિયાત છે. કાયમી સૌજન્ય મળે તો સંસ્થા પોતાની આ સેવા ફરી થી ચાલુ કરવા તત્પર છે. )


આંગણવાડીમાં મેડીકલ કેમ્પ





મેડીકલ ચેક - અપ તથા પૌષ્ટિક આહાર
કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટની મહિલા સમિતિ દ્વારા સમયાંતરે જુદી જુદી સ્કૂલ તથા આંગણવાડીના બાળકોનું મેડીકલ ચેક અપ કરવામાં માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના કેમ્પના આયોજન વખતે દરેક બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. ઉપરોક્ત તસ્વીરોમાં સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઇ ખંડોર તેમજ મહિલા સમિતિના સદસ્યો- ડો. સી.એલ.દવે - તેમજ નાના બાળકો નજરે પડે છે.


રસીકરણ
કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે માધાપર તેમજ માધાપરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રાહતદરે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.


۞ ૨૪ કલાક એમ્બુલન્સ સેવા



કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. આ સેવા માધાપર તેમજ માધાપરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ ઉપયોગી સાબિત થઇ રહી છે.
આ એમ્બુલન્સ સંસ્થાને મહાવીર મેડીકલ રીલીફ ટ્રસ્ટ - ભુજના તેમજ શ્રી ચમનભાઇ પલણ પરિવારના આર્થિક સહકારથી મળેલ છે.

શ્રીમદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞ

કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 16/5/2008 થી તા. 24/5/2008 એમ કુલ નવ દિવસ શ્રી મદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞનું એમ. એસ. વી. હાઇસ્કૂલ - માધાપર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન થયેલ હતું.

۞ મહિલા શિવણ કેન્દ્ર


કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે તદ્દન રાહતદરે મહિલા શિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેનાં અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ સિલાઇ કામ કરી પૂરક કમાણી કરી શકે તેવા શુભ હેતુથી આ કેન્દ્રમાં બહેનોને સિલાઇ કામ તેમજ ભરત ગુંથણનું કામ શિખવાડવામાં આવે છે.
આ કાયમી શીવણ કેન્દ્રનો શુભારંભ તા. 30/3/2008 ના રોજ શ્રીમતિ રેશ્માબન મુકેશભાઇ ઝવેરીના વરદ હસ્તે માધાપરના વિવિધ વિસ્તારોની આગેવાન મહિલા બહેનોની ઉપસ્થિતિમાં થયેલ હતું.