۞ મહિલા શિવણ કેન્દ્ર


કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે તદ્દન રાહતદરે મહિલા શિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેનાં અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ સિલાઇ કામ કરી પૂરક કમાણી કરી શકે તેવા શુભ હેતુથી આ કેન્દ્રમાં બહેનોને સિલાઇ કામ તેમજ ભરત ગુંથણનું કામ શિખવાડવામાં આવે છે.
આ કાયમી શીવણ કેન્દ્રનો શુભારંભ તા. 30/3/2008 ના રોજ શ્રીમતિ રેશ્માબન મુકેશભાઇ ઝવેરીના વરદ હસ્તે માધાપરના વિવિધ વિસ્તારોની આગેવાન મહિલા બહેનોની ઉપસ્થિતિમાં થયેલ હતું.