આંગણવાડીમાં સામગ્રીનું વિતરણ

તા. ૨૪/૦૨/૨૦૦૯ના રોજ કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપરની એક આંગણવાડીમાં બાળકોના પીવાના પાણી ભરવા માટે સ્ટીલની ટાંકી અને બેસવા માટે જાજમ તેમજ દરેક બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યમાં હિતેશભાઇ ખંડોર ઉપરાંત કિરણભાઇ મહેતા, પ્રફૂલ્લભાઇ રામાનુજ, ધનશુખભાઇ મહેતા વગેરે જોડાયા હતા.