۞ સાર્વજનિક દવાખાનું

To show the SLIDE SHOW, press the button of PLAY and just wait and watch......
.
કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપર -કચ્છ ખાતે કાયમી ધોરણે સાર્વજનિક દવાખાનું શરૂ કરાયેલ હતું.  આ દવાખાનામાં તમામ પ્રકારના દર્દીઓના નિદાનનો જનરલ ઓ.પી.ડી. નો ટોકન ચાર્જ ફક્ત રૂ. ૧૦ અને સ્પેશીયાલિસ્ટ ઓ.પી.ડી.નો ટોકન ચાર્જ રૂ. ૨૦ રાખવામાં આવેલ છે. તમામ પ્રકારની દવાઓ તદ્દન મફત આપવામાં આવતી. 


આ સાર્વજનિક દવાખાનામાં સોમવાર થી શનિવાર જનરલ ઓ.પી.ડી. નું આયોજન થયેલ. તેમજ દર રવિવારે સ્પેશીયાલિસ્ટ ઓ.પી.ડી. નું આયોજન થયેલ. જેમાં બાળરોગ નિષ્ણાંત- સ્ત્રી રોગ નિષ્ણાંત - ફિઝીશીયન - ચામડી રોગ નિષ્ણાંત - આંખ રોગ નિષ્ણાંત - દાંત રોગ નિષ્ણાંત - વગેરે જેવાં નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ કરાયેલ. 

આ સાર્વજનિક દવાખાનાનું ઉદગાટન તા. 5/10/2008ના રોજ પુર્વ ધારાસભ્યશ્રી મુકેશભાઇ ઝવેરી તેમજ દાતાશ્રી રામજીભાઇ ધનજીભાઇ પટેલના વરદ હસ્તે અગ્રણિ નાગરિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

(આ દવાખાનું સતત ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવેલ. ત્યારબાદ સસ્થાની જગ્યા સ્થળાંતર થતા દવાખાનાની સેવા સ્થગિત કરાયેલ.  હાલે દવાખાનાનાં સંચાલન તેમજ નિભાવ ખર્ચ માટે સૌજન્ય - મુખ્ય દાતાનાં સહકારની જરૂરિયાત છે. કાયમી સૌજન્ય મળે તો સંસ્થા પોતાની આ સેવા ફરી થી ચાલુ કરવા તત્પર છે. )