વાવે ગુજરાત - વૃક્ષા રોપણ


કચ્છ નવપલ્લવ એજ્યુકેશન & મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા તા. ૧૫-૧૦-૧૧ના રોજ ભા.જ.પા.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માન.શ્રી પુરૂષોત્તમભાઇ રુપાલાજી માધાપર મુકામે પધારેલ ત્યારે 'વાવે ગુજરાત' અંતર્ગત માધાપર રિંગ રોડ બોટલ પામના ઝાડ વાવીને વૃક્ષા રોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ જીલ્લા ભાજપના તમામ ધારા સભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓ પધારેલ હતા.


Divyabhaskar Epaper link:

વાવે ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ


ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે " વાવે ગુજરાત " કાર્યક્રમ અંતર્ગત કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માધાપર ખાતે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ મધ્યે વૃક્ષારોપણ કરાયું હતું. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા નજરે પડે છે. તેમની સાથે શ્રી દિનેશ ઠક્કર, શ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી, શ્રી મધુભાઇ જોષી, શ્રી હિતેશ ગઢવી વગેરે નજરે પડે છે.

સરકારી દવાખાનામાં ડોપ્લર મશીનની ભેટ


ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે સદભાવના ઉપવાસના સમર્થનમાં કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માધાપરના જીલ્લા પંચાયત સંચાલિત સરકારી દવાખાનામાં બાળકોના ધબકારા માપવા માટેનું ડોપ્લર મશીન અર્પણ કરાયેલ હતું. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા નજરે પડે છે. તેમની સાથે શ્રી દિનેશ ઠક્કર, શ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી, શ્રી મધુભાઇ જોષી વગેરે નજરે પડે છે.

શાળામાં વોટર કુલરની ભેટ

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે સદભાવના ઉપવાસના સમર્થનમાં કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સહજાનંદ રૂરલ ટ્રસ્ટની શૈક્ષણિક પૂરક યોજના અંતર્ગત શ્રી રામનગરી પંચાયતિ પ્રાથમિક શાળા - માધાપરને વોટર કુલરની ભેટ આપવામાં આવેલ હતી. તે પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અને ભૂજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશ ખંડોરની સાથે જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા અને નવવાસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અરજણભાઇ ભુડિયા નજરે પડે છે. તેમની સાથે ભુજ તાલુકા યુવા ભા.જ.પ.ના પ્રમુખશ્રી દિનેશ ઠક્કર, અગ્રણીશ્રી દાદુભા ચૌહાણ, શ્રી દિલિપભાઇ ભિંડે, શ્રી વિષ્ણુભાઇ ગોર, શ્રી નારણ મહેશ્વરી તેમજ શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રભાઇ ઠક્કર અને કમીટીનાશ્રી ધનજીભાઇ પરમાર નજરે પડે છે.




માધાપર જુનાવાસ સ્પોર્ટસ સેન્ટરનું ભૂમીપૂજન

તા. ૧૫-૫-૨૦૧૧ ને રવિવારના રોજ શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ માધાપરના સહકારથી સંસ્થાના અધ્યક્ષશ્રી અને ભુજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હિતેશભાઇ ખંડોરના ખાસ પ્રયત્નોથી માધાપર જુનાવાસના રમત પ્રેમી યુવાનોનું માધાપર જુનાવાસ ખાતે એક સ્પોર્ટસ સેન્ટરનું વર્ષો જૂનો સ્વપ્ન સાકાર થવા પામ્યો હતું.

તા. ૧૫-૫-૨૦૧૧ના રોજ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત સંચાલિત સ્પોર્ટસ સેન્ટરનું ભૂમી પૂજન કરાયું હતું. આ સ્પોર્ટસ સંકુલના મુખ્ય દાતા પરિવાર સ્વ્ પુરસોત્તમભાઇ ડાયાભાઇ સોલંકી પરિવાર હસ્તે શ્રે વિનોદભાઇ પી. સોલંકી, શ્રી મનોજભાઇ પી. સોલંકી, શ્રી મહેશભાઇ પી. સોલંકીએ સહયોગ આપેલ.

જે નિમિત્તે યોજાયેલ સમારંભના અધ્યક્ષ સ્થાને માધાપર જુનાવાસના સરપંચશ્રી જોરાવરસિંહજી જાડેજા તેમજ અતિથિ વિશેષ તરીકે કચ્છ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતભાઇ માધાપરિયા, શ્રી શશીકાન્તભાઇ ઠક્કર વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.
















નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૧૧

કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ તા. ૧૦-૪-૨૦૧૧ના રોજ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માધાપર જુનાવાસના ક્રિકેટ ગ્રાઉન્ડના લાભાર્થે સ્વ. પુરૂષોત્તમભાઇ ડાયાભાઇ સોલંકિ સ્મૃત્તિકપ - ૨૦૧૧નું શાનદાર આયોજન ગોઠવાયું હતું. આ ટુર્નામેન્ટના શુભારંભ વખતે કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, નર્મદા નિગમના ડાયરેક્ટરશ્રી મુકેશભાઇ ઝવેરી, શ્રી જયંતભાઇ માધાપરિયા, શ્રી જોરાવરસિંહજી જાડેજા, મુખ્યદાતા પરિવારના વિનોદભાઇ સોલંકી, મનોજભાઇ સોલંકિ, મહેશભાઇ સોલંકિ તથા અન્ય શ્રી નારણભાઇ મહેશ્વરી વગેરે પધારેલ હતા. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તા. ૨૪-૪-૨૦૧૧ના યોજાઇ હતી. જેમાં કચ્છના સાંસદ શ્રીમતિ પુનમબેન જાટ પધારેલ હતા.






















પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ

તા. ૧૩-૧-૨૦૧૦ના રોજ શ્રે કચ્છ નવપલ્લવ એજ્યુકેશન & મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ અને માનવજ્યોત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું.