સ્ત્રીરોગ નિદાન અને સારવાર કેમ્પ


તા. ૧૪-૮-૨૦૧૦ન રોજ કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટના સાર્વજનિક દવાખાના મધ્યે યોજાએલ સ્ત્રી રોગ નિદાન અને સારવાર કેમ્પની તસ્વીરો...

વૃક્ષારોપણ

તા. ૯-૮-૨૦૧૦ના રોજ કરવામાં આવેલ વૃક્ષારોપણની તસ્વીરો....

પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ

તા. ૯-૮-૨૦૧૦ના રોજ પક્ષીઓ માટેના પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવેલ હતું.

બાળકોને રમકડાં વિતરણ


તા. ૯/૮/૨૦૧૦ના રોજ માધાપરના વિવિધ વિસ્તારોના નાના બાળકો માટે રમકડાં વિતરણ કરવામાં આવેલ.

વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તક મેળો

શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા તા. ૧૦/૭/૨૦૧૦ ના રોજ માધાપર ખાતે ત્રીદિવસીય વાંચે ગુજરાત પુસ્તક મેળાનું સુંદર આયોજન થયેલ હતું. જેમાં કચ્છ યુનિવર્સિટિના કુલપતિશ્રી શશીરંજન યાદવ, ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતિ પુષ્પાબેન પિંડોરીયા અને માધાપરના અનેક અગ્રણિ નાગરિકો પધારેલ હતા. આ ત્રી દિવસીય પુસ્તક મેળામાં ભુજનાશ્રી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ તરફથી ૫૦ % ડિસ્કાઉન્ટમાં મળેલ પુસ્તકો પર બિજા ૫૦% ડિસ્કાઉન્ટ કચ્છ નવપલ્લવ એ. & મે. ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલ હતું. જેથી આ તમામ પુસ્તકો કુલ ૭૫% ડિસ્કાઉન્ટમાં જાહેર જનતાને વિતરીત કરાયા હતા. હજારો લોકોએ લાભ લીધેલ હતો. આ સમગ્ર આયોજનમાં ભુજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને સંસ્થાના અધ્યક્ષશ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ શ્રી પ્રેમજી વિરમ મંગેરીયા, શ્રી ભગુભાઇ દાનાભાઇ આહીર, શ્રી રમેશભાઇ ધનજી ચાડ, શ્રી વાલાભાઇ આહીર વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

સ્વર્ણિમ ગુજરાત અનુસંધાને સાંઇરામ દવેનો હાસ્ય દરબાર




* તા. ૧૩/૦૪/૨૦૧૦ના સંસ્થા દ્વારા ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકારશ્રી સાંઇરામ દવેના હાસ્ય દરબારનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના અધ્યક્ષ અને ભુજ તાલુકા પંચાયત સદસ્યશ્રી હિતેશભાઇ ખંડોરે સ્વર્ણિમ ગુજરાત – ૨૦૧૦ને અનુલક્ષીને જે જે કાર્યક્રમો થયા તે અંગે માહિતિ આપેલ હતી. તેમજ ઉપસ્થિત વિરાટ માનવ મહેરામણનું અભિવાદન કર્યું હતું. શ્રી સાંઇરામ દવેએ રાષ્ટ્ર પ્રેમ અને સમાજ સુધારાની જે વાતો સીધી રીતે ગળામાં ના ઉતરે તેવી અનેક બાબતોને પોતાની આગવી અદામાં હાસ્યના માધ્યમથી લોકોના મનમાં ઉતારી દીધી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી ત્રીકમભાઇ છાંગા, મંત્રીશ્રી નરેશભાઇ મહેશ્વરી, શ્રી નરેન્દ્રભાઇ મિરાણી, નિતિનભાઇ કેશવાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતાં








નિર્મળ ગુજરાત નિમિત્તે ગામની સફાઇ




* તા. ૧૨/૪/૨૦૧૦ અને તા. ૧૩/૪/૨૦૧૦ના રોજ શ્રી કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા શ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ સમગ્ર માધાપર-જુનાવાસની સફાઇ જુંબેશનું આયોજન કરાયું હતું. આ સફાઇ જુંબેશ અંતર્ગત જુનાવાસ – માધાપરના તમામ મુખ્ય જાહેર માર્ગો તેમજ તમામ સોસાયટી વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં શ્રી જેઠાલાલ સોલંકીએ જહેમત ઉઠાવેલ હતી.